Category: Hindu

  • મહાશિવરાત્રિ

    મહા વદ ચતુર્દશી એટલે ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રી નો પાવન પર્વ.

    શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી?

    ભગવાન શંકર આ જ દિવસે લીંગ સ્વરુપમાં પ્રગટ થયાં હતાં.

    જય શિવશક્તિ

    ૐ નમઃ શિવાય

    જય સુખનાથ મહાદેવ

  • પોષી પુનમ – જય અંબે

    પોષી પુનમનો દિવસ એ જગતજનની મા અંબા નો પ્રાગટ્ય દિવસ છે.

    અંબાજી ધામ એ એક શક્તિપીઠ છે. મા આદ્યશક્તિનાં ૫૧ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ.

    🌱 જય અંબે 🙏🏻🙌🏻💛

  • જય શ્રી રામ

    અયોધ્યાની પવિત્ર ભુમિ ઉપર લગભગ ૫૦૦ વર્ષનાં સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનાં મંદિરનું નું પુનઃનિર્માણ થયું છે. આજનો દિવસ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ એ ભારતનાં ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક દિવસ ગણાશે. આજે ભગવાન શ્રી રામ લલ્લાની મુર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી.

    🚩 જય શ્રી રામ લક્ષ્મણ જાનકી 🙏🏻🙌🏻 જય બોલો હનુમાન કી 🙏🏻🙌🏻

    🚩 જય શ્રી રામ 🙏🏻🙌🏻💛

    🚩 જય સિયારામ 🙏🏻🙌🏻💛

  • વિક્રમ સંવત ૨૦૮૦ નાં વર્ષનાં નૂતન વર્ષાભિનંદન

    નવાં વરસનાં રામ રામ 🙏🏻

    શ્રી મહાલક્ષ્મી મા (જામનગર)

    વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષાભિનંદન દુનિયામાં રહેતાં દરેક ગુજરાતીઓને અને સનાતનીઓને.

    આ નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખદાયી નીવડે અને મહાલક્ષ્મી માતાજીની કૃપા આપના પર અવિરત વરસતી રહે એવી શ્રી લક્ષ્મીનારાયણ ને પ્રાર્થના. 🙏🏻

    શ્રી બાલા હનુમાન (જામનગર)

    જય સિયારામ 🙏🏻

    જય માતાજી 🙏🏻

  • જય અંબે

    ભાદરવી પૂનમ એટલે મા અંબે નો દિવસ. મા અંબા નું બનાસકાંઠા માં આવેલું મંદિર એ એક શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે માતા સતીનાં અંગોમાંથી માતાજી નું હૃદય ત્યાં છે.

    અંબાજી નો મેળો ભાદરવી પૂનમને દિવસે મેળો યોજાય છે. મા અંબાનાં ભક્તો દેશ-વિદેશથી દર્શન કરવાં માટે આવે છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લો આ મોટામાં મોટાં ઉત્સવ દરમિયાન મા આંબાના ભક્તો થી છલકાયેલો જોવાં મળે છે. “બોલ મારી અંબે જય જય અંબે” નો નાદ ચારેકોર સાંભળવાં મળે છે.

    આપને તથા આપ નાં પરિવાર ને ભાદરવી પૂનમની શુભકામનાઓ.
    જય અંબે. 🙏🏻